વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ, નીકળેલ નવી લેવાલીએ સેન્સેક્સ 47406 અને નિફ્ટીએ 13885ની, ઓલટાઈમ હાઈ સપાટીનો નવો વિક્રમ રચ્યો

વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીએ સેન્સેક્સ 47406 અને નિફ્ટીએ 13885ની ઓલટાઈમ હાઈ સપાટીનો નવો વિક્રમ રચ્યો હતો.

દેશમાં કોરોનાના કેસ ઘટવાની સાથે વેક્સિનના મોરચે સઘન તૈયારીઓ થયાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થઈ હતી.

કામકાજના પ્રારંભિક તબક્કામાં ઉંચા મથાળે નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું.

આ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નવી લેવાલીએ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને 47406.72ની ઓલટાઈમ હાઈ સપાટીનો વિક્રમ રચીને કામકાજના અંતે 380.21 પોઈન્ટ ઉછળીને 47353.75ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઈ ખાતે પણ ઉંચા મથાળે ટ્રેડિંગની શરૂઆત બાદ નીકળેલ નવી લેવાલીએ નિફ્ટી ઈન્ટ્રાડે વધીને 13885.30ની નવી ઓલટાઈમ હાઈ રચી કામકાજના અંતે 123.95 પોઈન્ટ ઉછળી 13873.20ની નવી ઉંચાઈએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂ. 1.84 લાખ કરોડનો વધારો થતા તે રૂ. 187.02 લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. 1588 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.