બીજી વખત માતા બનનારી કરીના કપૂર ગર્ભાવસ્થા પર પુસ્તક લખશે

– જે 2021માં પ્રકાશિત કરવામાં આવશે

કરીના કપૂર હાલ બીજી વખત માતા બનવાની  છે. તેવામાં કરીના ગર્ભાવસ્થાને લઇને માર્ગદર્શન  માટે એક પુસ્તક લખવાની તૈયારી કરી રહી છે. જેની જાણકારી પ્રકાશક જગરનોટે આપી હતી.

કરીના કપૂર ખાન્સ પ્રેગન્નેસી બાઇબિલ નામનું આ પુસ્તક આવતા વરસે પ્રકાશિત કરવામાં આવશે. જેની ઘોષણા તેણે પોતાના પુત્ર તૈમુર ્અલી ખાનના ચોથા જન્મદિવસે કરી હતી.

કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પુસ્તકનું મુખપૃષ્ઠની તસવીર શેર કરી હતી. સાથે તેણે લખ્યું હતું કે, આજે દરેક ભાવિ માતાઓ માટે  કરીના કપૂર પ્રેગ્નેન્સી બાઇબિલની ઘોષણા કરવા માટે આજે સૌથી સારો દિવસ છે. આ પુસ્તકમાં ગર્ભવતી માતાઓને સવારમાં લાગતી કમજોરી, તેમનો આહાર અને સ્વાસ્થ્ય એમ દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવશે તેથી આ પુસ્તકને જરૃરથી વાંચશો. જેનુર્પ્રકાશન ૨૦૨૧માં જગરનોટ પ્રકાશન કરશે.

તેણે વધુમાં કહ્યું હતું કે, મારા મત અનુસાર ગર્ભાવસ્થા એક કુદરતી પ્રક્રિયા છે. જે દરમિયાન માતા બનનારી મહિલાએ સક્રિય, સ્વસ્થ અને ખુશ રહેવું જોઇએ. આ પુસ્તકમાં હું તમને જણાવીશ કરે હું મારી ગર્ભાવસ્થા દરમિયાન કઇ રીતે રહેતી હતી  તેમજ એવી દરેક જાણકારીઓ આપીશ જે દરમિયાન  ગર્ભાવસ્થામાં  ખુશ રહી શકો.મને આશા છે કે મારુ આ પુસ્તક અન્ય મહિલાઓને પણ ઉપયોગી થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.