વલસાડ પોલીસે, નવા વર્ષની ઉજવણી કરીને દમણ અને અન્ય જગ્યાઓ પરથી, નશામાં પરત ફરતા લોકોને, ઝડપી પાડવા માટેની કરી લીધી તૈયારીઓ

વલસાડ પોલીસે નવા વર્ષની ઉજવણી કરીને દમણ અને અન્ય જગ્યાઓ પરથી નશામાં પરત ફરતા લોકોને ઝડપી પાડવા માટેની તૈયારીઓ કરી લીધી છે. ફરીને આવનારા કે જેઓ નશાની હાલતમાં પકડાય છે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, જેમાંથી કેટલાક તો સીધી રીતે ઉભા રહેવાની હાલતમાં પણ નથી હોતા.

પોલીસ દ્વારા નક્કી કરેલી જગ્યા પર 8 હોલ બૂક કરવામાં આવ્યા છે અને કપરાડા જેવી જગ્યા કે જ્યાં હોલ નથી મળ્યા ત્યાં મંડપ બાંધીને તૈયારી કરી રાખવામાં આવી છે. આ સિવાય એવા 8 હોલ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં પીધેલા લોકોને રાખી શકાય.

પીધેલા લોકોને ઝડપી પાડવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓને કોરોના વાયરસના કારણે લોકોના મોઢા ના સૂંઘવાની પણ સલાહ આપવામાં આવી છે.

નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની અટકાયત કરીને નિશ્ચિત જગ્યા પર લઈ જવા માટે 15 જેટલી બસો પણ તૈયાર રાખવામાં આવી છે.

વર્ષ 2019માં વલસાડ પોલીસ દ્વારા નવા વર્ષની મધ્ય રાત્રીએ 1,000 કરતા વધુ પીધેલી હાલતમાં આવેલા લોકોને પકડ્યા હતા. જેમાંથી મોટાભાગના નજીકમાં આવેલા દમણ અને સેલ્વાસાથી પરત ફરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.