સુરતમાં ઠંડીનો ગત વર્ષનો રેકોર્ડ તૂટયો, પારો 12.4 ડિગ્રી

ગત અઠવાડિયે નોંધાયેલા દિવસ અને રાત્રીના તાપમાનમાં 6-6 ડિગ્રી ઘટાડો થતા થીજી જવાય તેવી ઠંડી અનુભવાઇ 

ઉતરભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર સુરત શહેરના હવામાનમાં નોંધાતા આજે ઠંડીનો પારો વધુ ત્રણ ડિગ્રી ગગડીને ગયા વર્ષની ઠંડીનો રેકોર્ડ તોડતી ઠંડી 12.4 ડિગ્રી નોંધાતા શહેર સૌથી વધુ ઠંડુગાર નોંધાતા શહેરીજનો થીજી જવાઇ તેવી કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 26.8 ડિગ્રીલઘુતમ તાપમાન 12.4 ડિગ્રીહવામાં ભેજનું પ્રમાણ 39 ટકાહવાનું દબાણ 1011.6 મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના આઠ કિ.મિની ઝડપે પવન ફુંકાયા હતા. ગયા અઠવાડિયે સુરત શહેરનું દિવસનું તાપમાન સરેરાશ 32 ડિગ્રી અને રાત્રીનું તાપમાન 18 ડિગ્રી જેટલુ નોંધાયુ હતુ. પરંતુ આ અઠવાડિયે દિવસના તાપમાનમાં પણ છ ડિગ્રીનો અને રાત્રીના તાપમાનમાં પણ છ ડિગ્રીનો ઘટાડો થતા શહેરીજનો દિવસ અને રાત્રી બન્ને સમય કાતિલ ઠંડીથી ધુ્રજી ઉઠયા છે. ગયા વર્ષ 2019 માં ડિસેમ્બર મહિનામાં જે રેકોર્ડબ્રેક ઠંડી 13.8  ડિગ્રી નોંધાઇ હતી. તેનો રેકોડ આ વર્ષ તુટયો છે. આજે જે ઠંડી નોંધાઇ છે. તે ઠંડીની અસર દિવસના પણ જોવા મળી હતી. અને આખો દિવસ ઠંડો પવન ફુંકાતા શહેરીજનો કાતિલ ઠંડીથી ધુ્રજી ઉઠયા હતા.

સુરતમાં 10 વર્ષમા ડિસેમ્બરમાં નોંધાયેલી ઠંડી

વર્ષ           ઠંડી ( ડિગ્રી )

2010         10.5

2011         11.4

2012         14.4

2013         12.8

2014         12.4

2015         12.5

2016         14.0

2017         14.8

2018         10.6

2019         13.8

 

2020         12.4

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.