વર્તમાન સમયે વિશ્વ આખું કોરોના મહામારીનમો સામનો કરી રહ્યું છે. જ્યારથી કોરના મહામારી શરુ તઇ છે તયારથી વિશ્વના તમામ લોકોમાં એક ડરનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને નવા નવા વાયરસ અને બેક્ટેરિયાથી લોકો ડરી રહ્યા છે. ત્યારે કેરળ રાજ્યમાં 20 હજાર બતકોના મોત થવાના સમાચાર આવતા લોકો અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે.
કેરળના કુટ્ટનાદમાં 20 હજાર બતકોના મોત થયા છે. આ ઘટનાના કારણે ખળભળાટ મચ્યો છે. આસપાસના લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને ખેડૂતો કે જેઓ બતકપાલન અને મરઘાપાલન કરે છે તેઓ ડરી રહ્યા છે. મળતી માહિતિ પ્રમાણે છેલ્લા થોડા દિવસથી બતકોના મોતનો સિલસિલો શરુ થયો છે, જે હજુ પમ યથાવત છે.
ખેડૂતે પોતાની રીતે આ બતકોને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ તેઓ સફળ થયા નહીં અને બતકો ટપોટપ મરી રહ્યા છે. ચિંતાનું કારણ એટલા માટે પણ છે કે તાજેતરમાં જ જાપાનની અંદર બર્ડ ફ્લુ ફેલાયાના સમાચાર આવ્યા છે. જો કે સ્થાનીય પ્રશાસને આ ઘટના અંગે તપાસ શરુ કરી દીધી છે.
કેરળના આ વિસ્તારમાં જે માઇક્રોવાયરોલોજી લેબ આવેલી છે તેનું કહેવું છે કે આ બતકોના મોત બર્ડ ફ્લુના કારણે નથી થયા. તેઓ મોતના કારણ અંગે તપાસ કરી રહ્યા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં બતકોના મોત થવના કારણે ખેડૂતોને મોટુપં નુકસાન પણ થયું છે. કેરળ સરકારે સ્થાનિક પ્રશાસનને યોગ્ય સહાયતા આપવા માટે આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2018માં પણ આ જ વિસ્તારમાં બેક્ટેરિયાના ચેપના કારણે મોટી સંખ્યામાં બતકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.