આ વર્ષે હેલ્થને લઈને સૌથી વધારે ચર્ચામાં રહી આ 6 વસ્તુઓ, જાણો

વર્ષ 2020 હેલ્થના નામે રહ્યું, કોરોનાથી કેવી રીતે બચી શકાય તેના નુસ્ખાઓ અજમાવીને લોકોનું આ વર્ષ પસાર થયું. આ બધા વચ્ચે કોરોના વાઈરસથી બચવા માટે કેટલીક વસ્તુઓની બોલબાલા રહી. આ વસ્તુએ ન માત્ર કોરોનાની લોકોને બચાવા માટે મદદ કરી પરંતું આ વસ્તુઓની માંગ વિદેશોમાં પણ સારી રહી. આવો જાણીએ કોરોનાકાળમાં અત્યંત ઉપયોગમાં આવેલી વસ્તુંઓ વિશે.

માસ્ક

કોરોનાથી બચાવા માટે લોકોએ માસ્કનો સૌથી વધારે ઉપયોગ કર્યો. માસ્ક દ્વારા નાક અને મોં ઢંકાઈ જાય છે જેનાથી સંક્રમણને રોકવા માટે મદદ મળી. ત્યાં સુધી કે દરેક લોકોએ કોરોના પ્રકોરને  રોકવા માટે માસ્ક ફરજિયાત પણ કરી દીધું. તેનાથી ફાયદો એ થયો કે લોકોને ન માત્ર માસ્ક લગાવીને પોતાને આ વાઈરસથી બચાવ્યા પરંતુ અન્યોને પણ સંક્રમિત થતાં બચાવ્યા.

સેનેટાઈઝર

માસ્ક સિવાય સેનેટાઈઝર પણ આ વર્ષે ખાસ્સુ એવું ચર્ચામાં રહ્યું. ખરીદી કે બહારથી ઘરે આવ્યા બાદ હાથો પર લોકોએ સૌથી વધારે સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો. સેનેટાઈઝરના ઉપયોગથી લોકોએ પોતાને સંક્રમિત થવાથી બચાવ્યા અને સાથે જ લોકોને લગભગ 20 સકેન્ડ હાથ ધોવાની સલાહ આપવામાં આવી.

સોશિયલ ડિસ્ટન્સ

કોરોનાથી બચવા માટે સૌથી વધારે જે નામનો ઉપયોગ થયો તે સોશિયલ ડિસ્ટન્સ છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં લોકોને એકબીજા સાથે વાત કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને એક બીજા સાથે હાથ મિલાવવાની પણ મનાઈ કરવામાં આવી.

મસાલા

ભોજનમાં સ્વાદ વધારવા સિવાય મસાલાઓ આ વર્ષે ચર્ચામાં રહ્યાં જેમાં લવિંગ, મરી, હળદર વગેરે સામેલ છે. લોકોએ ભોજન સિવાય આ મસાલાઓનો ઉપયોગ ઉકાળા માટે કર્યું. ભારતીય રસોડાના આ મસાલાઓની વિદેશોમાં ચર્ચા રહી.

ઈમ્યૂનિટી બુસ્ટર

કોઈ પણ રોગથી શરીરને બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ અનિવાર્ય છે. વર્ષ 2020માં લોકોએ સંક્રમણની પોતાને બચાવવા માટે પોતાની ઈમ્યૂનિટી(રોગપ્રતિકારક શક્તિ) બુસ્ટ કરી. આ સિવાય ઉકાળા અને અનેક આયુર્વેદિક ઉપાયો અજમાવ્યા.

આયુર્વેદ

કોરોનાથી બચવા મોટા ભાગના લોકો આયુર્વેદના શરણે થયાં. આયુર્વેદિક વસ્તુઓનો ખુબ ઉપયોગ કર્યો. જેમાં ત્રફળા, અશ્વગંધા, ગિલોય, તુલસી અને લીમડોના ઉપયોગ કર્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.