નવા વર્ષમાં ઉત્તર ગુજરાત ના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે. નવા વર્ષે 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે.
કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટી નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આજે પવનની દિશી બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.
રાજકોટમાં 0.9 ડિગ્રી, પોરબંદરમાં 3.2 ડિગ્રી, ભુજમાં 1 ડિગ્રી, નલિયામાં 6.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 1.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 1.6 ડિગ્રી, ભાવનગરમાં 0.5 ડિગ્રી અને કેશોદમાં 1 ડિગ્રી પારો ઉચકાયો હતો. તાપમાન ઉચકાતા ઠંડીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.