રાજનાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂત આગેવાનોને અર્બન નક્સલ, ખાલિસ્તાનવાદી ગણાવતા ભાજપના નેતાઓને જાહેરમાં ઝાટક્યા છે. ખેડૂતોને અન્નદાતા ગણાવીને રાજનાથે ભાજપના નેતાઓને મોં બંધ રાખવા અને ખેડૂતો તરફ સન્માન બતાવવા પણ કહ્યું છે.
સૂત્રોના મતે, રાજનાથે આ મુદ્દે કેબિનેટમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોને દેશદ્રોહી ગણાવતાં નિવેદનો સામે વાંધો લઈને તેમણે સવાલ કર્યો હતો કે, ખેડૂતો દેશદ્રોહી છે તો તેમની સાથે આપણે મંત્રણા શું કરવા કરી રહ્યા છીએ ? નરેન્દ્રસિંહ તોમર સહિતના પ્રધાનોએ રાજનાથની વાતમાં સૂર પુરાવીને આ પ્રકારનાં નિવેદનો બંધ કરાવવા મોદીને વિનંતી કરી હતી.
સુશીલ કુમાર મોદીએ અરૂણ જેટલીના બહાને ભાજપની નેતાગીરીને નિષ્ફળ ગણાવી એ પછી હવે રાજનાથસિંહે ભાજપની નેતાગીરીને આડે હાથ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.