પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન, નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે, જમ્મુ કશ્મીરમાં 370મી કલમ રદ કરવા બદલ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવ્યા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે જમ્મુ કશ્મીરમાં 370મી કલમ રદ કરવા બદલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવ્યા હતા અને કહ્યું હતું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની કાયરતાને કારણે મોદી આ પગલું લઇ શક્યા હતા.

છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનના વિરોધ પક્ષો ઇમરાન ખાન સામે સંગઠિત થઇને રેલીઓ અને સભાઓ યોજી રહ્યા હતા. ઇમરાન ખાન પાકિસ્તાની લશ્કરનો પીઠ્ઠુ છે અને લશ્કરના પીઠબળથી વડા પ્રધાનપદે બેઠો છે એવું એક કરતાં વધુ વખત મરિયમ નવાઝ અને બીજા નેતાઓ જાહેર સભાઓમાં બોલી રહ્યા હતા.

પાકિસ્તાન કશ્મીર ગુમાવી દેશે તો આખો દેશ ઘાયલ થઇ જશે. કશ્મીર સાચવવા જેટલી ક્ષમતા ઇમરાન ખાનમાં નથી એવો આક્ષેપ પણ મરિયમે કર્યો હતો.. તેણે કહ્યું કે ઇમરાન વારંવાર એવો આક્ષેપ કરે છે કે નવાઝ શરીફ નરેન્દ્ર મોદીનો દોસ્ત છે. પરંતુ ઇમરાને પોતે કશ્મીરને મોદીના હાથમાં સોંપી દીધું એ હકીકત કેમ ભૂલી જવાય. સરકાર નબળી  હોય અને લોકોના ટેકા વિના માત્ર લશ્કરના ટેકાથી બની હોય ત્યારે પાડોશમાં રહેતો શત્રુ આવા હુમલા કરી જાય. ઇમરાન ખાન માત્ર લશ્કરના ટેકાથી બનેલા વડા પ્રધાન છે. દેશની જનતાએ એમને વડા પ્રધાન બનાવ્યા નથી એવો ખુલ્લો આક્ષેપ પણ મરિયમે કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.