નવા વર્ષની શરૂઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડથી થઇ અને હવે ભારતમાં પણ નવા વર્ષે ધમાકેદાર અંદાજમાં દસ્તક દીધી છે.. નવુ વર્ષ એટલે કે વર્ષ 2021થી નવી આશાઓ આ પરિસ્થિતિને થોડીક સામાન્ય કરી દેશે.
ભારતની રાજધાની દિલ્હી, મુંબઇ, કર્ણાટક સહિત તમામ શહેરોમાં ખૂબ જ આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે.
દિલ્હીના નોર્થ બ્લૉક અને સાઉથ બ્લૉકને સજાવવામાં આવ્યા છે. ત્યારે મુંબઇમાં કેટલીય જગ્યાઓ પર નવા વર્ષના સ્વાગત માટે સુંદર સજાવટ કરવામાં આવી છે.
નાઇટ કર્ફ્યૂના કારણે લોકોએ 11 વાગ્યા સુધીમાં બીચ ખાલી કરવા પડ્યા.
ઓડિશામાં કલાકાર માનસ કુમાર સાહૂએ નવા વર્ષને લઇને પુરીના ગોલ્ડન બીચ પર શાનદાર કલાકૃતિ બનાવી છે. દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લૉક નવા વર્ષના જશ્નમાં રોશનીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે.
આ વર્ષે કોરોના વાયરસના કારણે નવા વર્ષનું જશ્ન કંઇક અલગ રીતે મનાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના લોકો પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.