દેશનાં છ રાજ્યોમાં ભૂકંપ સામે રક્ષણ આપે, તે માટે વડા પ્રધાન મોદી, આજે લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે.

દેશનાં છ રાજ્યોમાં ભૂકંપ સામે રક્ષણ આપે અને ભૂકંપથી ધરાશાયી ન થઇ જાય એવાં મકાનો બનાવવાની યોજનાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાયછે.

આ પ્રોજેક્ટને ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેંજ ઇન્ડિયા (જીએચટીસી ઇન્ડિયા) તરીકે ઓળખાવાયો હતો. દેશનાં શહેરોની સિકલ બદલી નાખવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોને પસંદ કરાયાં છે એમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તામિલનાડુનો સમાવેશ થાય છે. કેન્દ્રના શહેરી મંત્ર્યાલયનો આ પ્રોજેકટ છે. એમાં શહેરી મકાનોની ડિઝાઇન અને સિકલ બદલી નાખવાનો ઉદ્દેશ રહેલો છે.

આ પ્રોજેક્ટમાં ખાસ ટેક્નિક દ્વારા સોંઘાં અને ટકાઉ મજબૂત મકાનો બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ એવો છે કે બીમ કૉલમ અને પેનલ ફેક્ટરીમાં તૈયાર કરીને મકાન બાંધવાના સ્થળે લાવવામાં આવે છે અને ફિટ કરી દેવામાં આવે છે. આમ થવાથી મકાન બાંધવાના સમય અને ખર્ચ ઓછાં થઇ જાય છે અને મકાન ટકાઉ બની રહે છે.

જો કે આ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂરો કરવાનો છે એ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જે રાજ્યોમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહ્યા છે ત્યાં આ પ્રોજેક્ટનો અમલ પહેલાં થશે. ત્યારબાદ અન્ય રાજ્યોમાં એનો અમલ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.