ગુજરાતમાં AAP નો પગપેસારો વઘ્યો,કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આટાફેરા વઘ્યા

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો મોરચો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે.

અમદાવાદ સહિત ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનું આહ્વાન આપવામાં આવ્યું. જેમાં આપના નેતા આતીશી આવતી કાલથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારી રહ્યા છે.

*આવતીકાલે આતીશી મર્લેના ગુજરાત પધારશે

 ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે. દિલ્હીથી એક પછી એક નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

  • ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે

2010માં અમદાવાદ મનપામાં ભાજપને 151 બેઠકો મળી હતી. સી.આર.પાટીલે સંગઠનના હોદ્દેદારોને પણ આશ્વાસન આપ્યું છે.

સંગઠનના લોકો પણ ચૂંટણી લડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.