કામરેજ અને ભાટિયા ટોલનાકા સામેનું આંદોલન જોર પકડી રહ્યું છે. આજે ના કર લડત સમિતિના આગેવાનોએ શહેર પોલીસ કમિશનર અજય તોમર અને નેશનલ હાઇવે ઓથોરિટી સુરતના પ્રોજેક્ટ મેનેજર દિનેશ અગ્રવાલને સિટી લિમિટ બહાર 10 કિમીથી દૂર ટોલનાકું ખસેડવા માંગ કરી હતી.
ના કર લડત સમિતિના અગ્રણી દર્શન નાયકે અગ્રવાલને જણાવ્યું હતું કે, જો સર્વિસ રોડની સુવિધા ઊભી નહીં થાય તો ચક્કાજામ સાથે ટોલબુથ હટાવવા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
બંને આગેવાનો સમક્ષ પરિવર્તન ટ્રસ્ટના પ્રકાશ કોન્ટ્રાક્ટર, પર્યાવરણવિદ એમએસએચ શેખ, જીતુ પટેલ, વિજય આહીર અને જિગ્નેશ મોદીએ રજૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.