શિયાળામાં પોતાના સ્વાસ્થને સારું રાખવા માટે શું જરૂરી છે, જાણો…..

દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. એવામાં દરેક લોકો ખુદને ઠંડીથી બચાવવા માટે તમામ ઉપાય કરી રહ્યા છે. કારણ કે, શરદી વધવાની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. શિયાળામાં મૌસમી સંક્રમણ સિવાય ગઠિયા, સાંધાના દુઃખાવાની સમસ્યા વધી જાય છે.  શિયાળામાં માત્ર ગરમ કપડા પહેરવા પર્યાપ્ત નથી, પરંતુ તમારે પોતાની ડાયટ માં પણ એવી વસ્તુ સામેલ કરવી પડશે જેનું સેવન કરવાથી તમારુ શરીર ગરમ રહે અને ઈમ્યુનિટી પણ બૂસ્ટ થઈ જાય.

આંબળા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તમે ઈચ્છો તો આંબળાનું અથાણું, જ્યૂસના રૂપમાં સેવન કરી શકો છો. તે સિવાય બીમારીઓથી બચવા માટે દરરોડ કાચા આંબળાનું ખાલી પેટ સેવન કરો.

શિયાળામાં ગોળનું સેવન કરવાથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો. ગોળ આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

ઘી, ઘઉંનો લોટ, નટ અને બીની સાથે બનાવવામાં આવેલી પંજરી શરીરને ગરમ રાખવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. લાડુનું સેવન ઠંડી અને ફ્લૂને રોકે છે અને તમારી સ્કિનને ચીકણી અને કોમળ બનાવે છે.

મહત્તમ લોકોનું માનવુ છે કે, ઘી ખાવાથી તમારો વજન વધે છે, પરંતુ હકીકત એ છ કે, ઘી તમારા દરરોજના ભોજનનો ભાગ હોવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.