સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની, ઓનલાઇન બૂકિંગ ફૂલ થઈ જતા, એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી

ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યુઈંગ ગેલેરીમાં 500 પ્રવાસીઓનો મર્યાદા હતી જે વધારી 5500 કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, એકતા નર્સરી પર રજાઓમાં પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

દરમિયાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને જંગલ સફારીમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડયા હતા. જો કે તંત્રએ કોવિડ ગાઈડલાઈન જાળવવા પૂરે પુરી વ્યવસ્થાઓ કરી હતી પણ પ્રવાસીઓ અંદર ગયા પછી કોવિડ ગાઈડલાઈન જાળવવાનું ભૂલ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.