રાજધાની દિલ્હીમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની રાતે નિર્ભયા સાથે થયેલી હેવાનિયત પછી ઇન્સાનિયત શર્મસાર થઈ ગઈ હતી. આ ઘટનાએ દેશની સડકોથી લઈને સંસદ સુધી તહલકો મચાવી દીધો હતો. ૨૩ વર્ષની નિર્ભયા પેરામેડિકલની છાત્રા હતી. ફિલ્મ જાઈને તે પોતાના એક મિત્ર સાથે દિલ્હીમાં એક બસમાં મુનરકાથી દ્વારકા જઈ રહી હતી. બસમાં નિર્ભયા અને તેનાં મિત્ર સિવાય છ બીજા સખશો હતાં. આ શખસોએ પહેલાં એકાંતનો લાભ લઈને નિર્ભયા સાથે છેડછાડ શરૂ કરી હતી. આ બાબતનો વિરોધ કરવા જતાં નિર્ભયાના મિત્રને આરોપીઓએ એટલો માર્યો કે, એ બેહોશ થઈ ગયો હતો. એ પછી દિલ્હીની સડકો પર દોડતી બસમાં નિર્ભયા સાથે દરિંદગી કરવામાં આવી હતી.
બસમાં સવાર છએ છ શખસોએ નિર્ભયા ઉપર ગેંગરેપ કર્યો હતો. એક આરોપીએ નિર્ભયાના પ્રાઇવેટ પાટ્ર્સમાં લોખંડની રોડ ઘૂસાવી દીધી હતી, પરિણામે નિર્ભયાના આંતરડા બહાર આવી ગયાં હતા. નિર્ભયા લોહીની ખાબોચિયાંમાં તરફડી રહી હતી. આ હેવાનોએ નિર્ભયા અને તેનાં મિત્રને દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાંથી ફેંકી દીધાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.