ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગ, અને મોંઘાદાટ કેમેરા ભાડે લઈ જઈ, છેતરપિંડી કરતા શખ્સની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં અત્યારસુધી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગનો આતંક જોવા મળ્યો હતો. આ ગેંગે એક પછી એક ગુનાને અંજામ આપીને પોલીસને દોડતી કરી દીધી હતી. હવે બનાવટી આધારકાર્ડ  પધરાવીને મોંઘાદાટ કેમેરા ભાડે લઈ જઈ છેતરપિંડ કરતા શખ્સે પોલીસના નાકે દમ લાવી દીધો હતો.

શાહપુરમાં રહેતા શાદ પઠાણ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓએ પાંચ મિત્રો સાથે મળી ફોટોગ્રાફી માટે એક કેમેરો ખરીદ્યો હતો. જે કેમેરો ભાડે આપવા માટે તેના મિત્રે જૈનુલે OLX પર એડ મૂકી હતી. પહેલી જાન્યુઆરીએ ફરિયાદી પર ફોન આવ્યો હતો કે ઓએલએક્સ પર જાહેરાત જોઈને રાજેશભાઈ શાહ નામના વ્યક્તિએ તેના ઘરે પ્રસંગ હોવાથી કેમેરો ભાડે લઈ જવા માટે કહ્યું છે.

ગઠિયો પાંચ કલાક માટે કેમેરો ભાડે લઈ ગયો હતો જેનું કલાકનું રૂ. 500 રૂપિયા એડવાન્સ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.