આજ દીપિકા પાદુકોણનો છે બર્થડે, જાણો તેના જીવન વિશે….

દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. આ વર્ષે દીપિકા તેનો 35 મો જન્મદિવસ મનાવી રહી છે. દીપિકાનો જન્મ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં થયો હતો.

તેના પિતા પ્રકાશ પાદુકોણ એક પ્રખ્યાત બેડમિંટન ખેલાડી રહ્યા છે જ્યારે તેની માતા ઉજ્વલા પાદુકોણ એક ટ્રાવેલ એજન્ટ હતી.દીપિકાની એક નાની બહેન અનિશા છે.

આઠ વર્ષની ઉંમરે દીપિકાએ પ્રથમ વખત એક એડ ફિલ્મમાં કામ કર્યું હતું. કદાચ આ તે તબક્કો હતો જ્યારે દીપિકા ગ્લેમરની દુનિયામાં પોતાની કરિયર બનાવશે તે નક્કી કરવામાં આવ્યું હતું.

કારકીર્દિની શરૂઆતમાં દીપિકાએ લીરિલ સોપ માટે એડ ફિલ્મ કરી હતી. તેને આ એડથી ઘણી લોકપ્રિયતા મળી. 2005 માં દીપિકાએ લેક્મે ફેશન વીકમાં ડિઝાઇનર સુમિત વર્મા માટે રેમ્પ વોક કર્યું હતું.

પછીના વર્ષે, 2006 માં, તેણે કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું. મોડેલિંગમાં સફળતા બાદ દીપિકાએ અભિનય કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.