દિલ્લીમાં 3 દિવસ અને તામિલનાડુમાં પણ, પડ્યો અતિ ભારે વરસાદ,ઉત્તર ભારતમાં થઈ હિમવર્ષા

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ એમ બેવડુ વાતાવરણ છે, જેને પગલે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવેને બંધ રાખવો પડયો હતો.

દિલ્હીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે સતત ત્રીજા દિવસે વરસાદ પડયો હતો. તામિલનાડુમાં પણ ભારેથી અતી ભારે વરસાદ પડયો હતો, ચેન્નાઇમાં સૌથી વધુ અસર જોવા મળી.

દિલ્હીમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે અને 13.2 ડીગ્રી નોંધાયું હતું. બીજી તરફ દિલ્હી, રાજસ્થાન ઉપરાંત તમિલનાડુમાં વરસાદ પડયો હતો, સૌથી વધુ અસર તમિલનાડુના ચેન્નાઇમાં જોવા મળી છે જ્યાં ઠેરઠેર પાણી ભરાઇ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

દિલ્હીમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે અને 13.2 ડીગ્રી નોંધાયું

ઉત્તરાખંડમાં ફરી હિમવર્ષા શરૂ થઇ ગઇ છે, જેને પગલે રાજ્યમાં ઠંડી વધી ગઇ છે. ઉત્તરકાશી, ચામોલી, રૂદ્રપ્રયાગ, પિથોરગઢ જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ રહી છે. અહી યમુનોત્રીમાં તાપમાન માઇનસ છ ડીગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે ગંગોત્રીમાં એક ડીગ્રી રહ્યું હત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.