અજીબ : અયોધ્યા કેસમાં કોર્ટમાં તીખી દલીલો કરનારા આ બંને વકીલ ખભે હાથ નાંખી નીકળ્યા

જ્યારે બંને વકીલો કોર્ટની બહાર એકમેકના ખભે હાથ રાખીને ચાલી રહ્યા હતા ત્યારે તેમના જૂનિયર્સ પણ સામેલ હતા. તેઓ અને સાથે આસપાસના અન્ય વકીલો પણ આ દુર્લભ દ્શ્ય જોઈ રહ્યા હતા. જે વકીલો કોર્ટ રૂમમાં એકમેકની સામે બાથ ભીડતા હોય તે આટલી સહજતાથી સાથે કઈ રીતે હોઈ શકે.

અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલેલી કાર્યવાહી સમયે બંને પક્ષના વકીલોએ એકમેકની વિરુદ્ધ અનેક તરક્ આપ્યા હતા. કોર્ટ રૂમમાં અનેક અવસર આવ્યા જ્યારે બંને પક્ષોના વકીલે એકમેકને હરાવવાની સંપૂર્ણ કોશિશ કરી. એટલું જ નહીં સુનાવણીના છેલ્લા દિવસે મુસ્લિમ પક્ષ (સુન્ની વક્ફ બોર્ડ)ના વકીલ રાજીવ ધવને કોર્ટરૂમમાં હિંદુ મહાસભાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલો નક્શો પણ ફાડી દીધો હતો. બુધવારે આ કેસમાં છેલ્લી સુનાવણી હતી. હવે તેની પર નિર્ણય આવવાનો છે. અંતિમ સુનાવણી પૂર્ણ જેવી પૂરી થઈ ત્યારબાદ બંને પક્ષના વકીલો કોર્ટરૂમની બહાર નીકળ્યા. બંને એકમેકના ખભે હાથ મૂકીને ચાલી રહ્યા હતા. આ સમયે અહીં તેમની જૂનિયર્સ ટીમ અને અન્ય વકીલો હતા તે પણ દંગ રહી ગયા.

73 વર્ષના રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ છે. વર્ષ 1992 અને 1994માં તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેઓએ મંડળ કમિશન અને અયોધ્યા કેસમાં જબરદસ્ત રીતે લડત આપી હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ નિયુક્ત કરવામાં આવ્યા. ધવને વકાલતની શરૂઆત કપિલ સિબ્બલની સાથે કરી પણ પછી તેઓ તેમનાથી અલગ થયા. ધવન ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર છે. અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડની તરફથી કેસ લડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.