પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઝડપી બોલર, શોએબ અખ્તર પાકિસ્તાન ટીમની શરમજનક હાર માટે, ટીમ પર ભડક્યો

ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) પાકિસ્તાન ટીમની શરમજનક હાર માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર ભડક્યો છે. ટીમમાં સારા પ્રદર્શન કરનારા ખેલાડીઓનો સમાવેશ ન કરવા બદલ તેણે પીસીબીની ટીકા કરી હતી. શોએબે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સ્કૂલ લેવલની ક્રિકેટ રમી રહી છે. અખ્તરે એમ પણ કહ્યું હતું કે ક્લબ લેવલની ટીમો આના કરતા વધુ સારી રીતે રમે છે.

શોએબ અખ્તરે કહ્યું, “ફક્ત એટલું જ નહીં કે પાકિસ્તાન ટેસ્ટ મેચ હારી ગયું છે. પાકિસ્તાન ટેસ્ટ મેચ ખરાબ રીતે હારી ગયું છે અને આગામી કેટલાક દિવસોમાં પરિસ્થિતિઓ જોખમી બનશે

તેમણે પીસીબીને ઠપકો આપતા કહ્યું કે, “જ્યારે પણ પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ રમશે, ત્યારે તેઓ ખુલ્લા પડી જશે. તેઓ સ્કૂલ લેવલની ક્રિકેટ રમે છે અને મેનેજમેન્ટે તેમને શાળા-કક્ષાના ક્રિકેટર બનાવ્યા છે

ઝડપી બોલર કાઇલ જેમિસનના શાનદાર પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ઇનિંગ્સ અને 176 રનથી હરાવીને બે ટેસ્ટ મેચની શ્રેણી જીતી લીધી હતી. પાકિસ્તાનની પહેલી ઇનિંગના 297 રનના જવાબમાં, ન્યુઝીલેન્ડે 6 વિકેટ પર 659 પર સમાપ્ત થયેલી પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 69 રન આપીને પાંચ વિકેટ લેનારા જેમ્સને આ રીતે 117 રન આપીને 11 વિકેટ લીધી હતી. તેણે બીજી ઇનિંગમાં છ વિકેટ પણ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.