કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન સિંહ એ લોકોને ‘કો-વિન’ નામની કોઇ મોબાઇલ એપ ને ડાઉનલોડ કરવાની કે તેના પર કોઇ પણ માહિતી શેર કરવા અંગે ચેતવ્યા છે.
આ એપને ડાઉનલોડ કે તેના પર વ્યક્તિગત માહિતી શેર કરી નથી. MOHFW (સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય)ના સત્તાવાર મંચ (સરકારમાંથી મંજૂરી પ્રાપ્ત) એપ આવવા પર તેને ઉપયુકત રીતે પ્રકાશિત કરશે.
‘કો-વિન’ (કોવિડ વેક્સીન ઇન્ટેલીજન્સ નેટવર્ક) એપ, એક ડિજિટલ મંચ છે, જેને કેન્દ્ર દ્વારા કોવિડ-19 રસીના પુરવઠા અને વિતરણના વાસ્તવિક સમય પર દેખરેખ માટે બનાવામાં આવ્યું છે. તે લગભગ તેના અમલીકરણના અંતિમ તબક્કામાં છે
આ લોકોને પહેલી પ્રાથમિકતાની અંતર્ગત કોવિડ-19ની રસી લગાવાશે. આંકડા કો-વિન સોફટવેર પર અપલોડ કરાઇ રહ્યા છે. મંત્રાલયે આની પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કો-વિન ડિજિટલ મંચમાં ડાઉનલોડ કરાવા યોગ્ય એક મફત મોબાઇલ એપ હશે, જે રસી સાથે જોડાયેલા આંકડા નોંધવામાં મદદ કરશે. જો કોઇ વ્યક્તિ રસી લગાવા માંગે છે તો તેના પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.