જૂનાગઢના ભાજપના કોર્પોરેટરને પોલીસે ખાખીનો પાવર દેખાડી દેતા પાસા હેઠળ ધકેલી દીધા છે. જૂનાગઢના વોર્ડ નંબર-3ના અબ્બાસ કુરેશીને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો છે.
તમને જણાવીએ કે થોડા દિવસ પહેલા જૂનાગઢના કોર્પોરેટરે પોલીસને ગાળો બોલી પોલીસ પર હુમલો કર્યો હતો. ભાજપના કોર્પોરેટરે એટલું જ નહીં, રબારી સમાજ ઉપર પણ વીડિયોમાં ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પોલીસે કોર્પોરેટરને પાસા હેઠળ જેલમાં ધકેલવાની દરખાસ્તને કલેક્ટરને કરી હતી, ત્યારબાદ કલેક્ટરે આ કેસમાં મંજૂરી આપતા પોલીસે પોતાનો રોફ બતાવીને કોર્પોરેટરને જેલમાં ધકેલ્યો છે.
આ ઘટનામાં જૂનાગઢ વોર્ડ નં 3નો નગરસેવક અબ્બાસ કુરેશીનો પોલીસને બેફામ ગાળો ભાંડતો અને હુમલો કરતો વિડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં અબ્બાસ કુરેશી રબારી સમાજ વિરોધી પણ અપશબ્દ બોલ્યો હતો. પરંતુ બાદમા રબારી સમાજે રેલીઓ કાઢી હતી અને નગરસેવક અબ્બાસને માફી માંગવી પડી હતી. પરંતુ આજે કલેક્ટરની મંજૂરી બાદ ભાજપની આબરૂ ધૂળધાણી કરનાર નગરસેવક અંતે પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના સુખનાથ ચોકમાં સમન્સ બજાવવા ગયેલી પોલીસની ફરજમાં ખલેલ કરવામાં આવી, જેથી પોલીસ આરોપીઓને પકડવા ગઈ બાદમાં ભાજપના નગરસેવક પોલીસની સામે જંગમાં આવી ગયા હતા અને પોલીસ સામે એટલી દાદાગીરી કરી કે વર્દી ઉતારી આવી જાઓ લડાઈ માટે તૈયાર છીએ. ભાજપના કોર્પોરેટરની આ દાદાગીરી કેમરામાં કેદ પણ થઇ ગઇ હતી.
જુનાગઢના વોર્ડ નંબર ત્રણમાં મહાનગરપાલિકાની એક ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાઇ રહી છે જેમાં વર્તમાન નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમ કુરેશીના ભાઈને ભાજપે ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે અને સુખનાથ ચોકમાં જ પોલીસ સમન્સ આપવા માટે ગઈ ત્યારે પોલીસની ફરજમાં રૂકાવટ કરવામાં આવી અને તુરંત જ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. ત્યાં જ બે લોકો ફરાર થઈ ગયા હતા તેને પકડવા માટે એ ડિવિઝનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તો ત્યાં તુરંત જ ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશી આવી ગયા પોલીસની સામે એ ડિવિઝનના પી.આઈ પી.એસ.આઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર હતો. અને અબ્બાસ કુરેશીએ અમારા વિસ્તારમાં કેમ અમને પૂછ્યા વગર આવ્યા અને અત્યારે જ તમને સમન્સ બજાવવાનું યાદ આવ્યું, કોંગ્રેસના ઉમેદવારને મદદ કરવા ઈચ્છો છો, તેમ કહી પોલીસ પર રૂવાબ ફૂંકતા જણાવ્યું કે વર્દી ઉતારી આવી જાવ લડાઇ માટે હું તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.