ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય ખેલાડીઓને રંગભેદી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા અને ચોથા દિવસે સતત ત્યાંના દર્શકોએ રંગભેદી ટિપ્પણી કરી હતી. હવે આ મામલે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર પ્રેક્ષકો દ્વારા કરાયેલ અભદ્ર ભાષા અને રંગભેદી ટિપ્પણીઓ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આકરી આપત્તિ વ્યક્ત કરી છે.
સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે રમત એકતા માટે છે, ભાગલા પાડવા માટે નથી. ક્રિકેટ ભેદભાવ રાખતું નથી. બેટ અને બોલ તેને પકડનારની પ્રતિભાને ઓળખે છે, જાતિ, રંગ, ધર્મ અથવા રાષ્ટ્રીયતા નહીં. જે લોકો સમજી શકતા નથી તેમના માટે રમતના મેદાનમાં કોઈ સ્થાન નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.