સોમવાર 11 જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 તથા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વર્ગોનું છેલ્લા વર્ષનું શૈક્ષિણક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
બીબીસી સાથેની વાતચીતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે, “શાળાઓ ખૂલવી જોઈએ પરતું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંક્રમિત થવાનું પણ જોખમ છે પરતું જો કોરોના વાઇરસના પ્રૉટોકૉલનું પાલન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. શાળાઓએ પણ આ દિશામાં કામ કરવું પડશે.”
ઑનલાઈન શિક્ષણમાં જોઈએ એટલી સારી રીતે ભણી શકાય નહીં. અભ્યાસ બગડવાથી બાળકનું સંપૂર્ણ વર્ષ બગડી જાય છે, જે ગંભીર બાબત છે.”
ઑલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ કહે છે, “ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થાય એ બાળકો માટે સારી વાત છે અને વાલીમંડળ તેનું સ્વાગત કરે છે. પરતું શાળાએ દરેક સાવચેતી રાખવી જોઈએ જેથી બાળકોને કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે. અમે આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ જણાવ્યું છે અને તેમણે અમને ખાતરી આપી છે કે શાળાઓમાં બધી કાળજી લેવામાં આવશે.”
રાજ્યમાં શાળાઓએ નક્કી કર્યું છે કે અડધા વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શુક્રવાર બોલાવવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓને અન્ય દિવાસોમાં બોલાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે વિદ્યાર્થીઓને રિસેસ આપવામાં આવશે નહીં.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.