ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન સમગ્ર ડાંગ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ/ફાન્સ ઉપરાંત ચાઇનીઝ માંજા,નાયલોન/પ્લાસ્ટિક/સિન્થેટીક દોરીઓના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આવા પદાર્થોના ઉપયોગથી પશુ, પંખી તેમજ પર્યાવરણને થતુ નુકશાન અટકાવવા તથા આગજની કે તેવી કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે આવી ચીજવસ્તુઓ સહિત નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનીકારક પદાર્થોના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.