દરેકના જીવનમાં કોઇને કોઇ સમસ્યા તો રહેવાની જ. કોઇને આર્થિક સમસ્યા તો કોઇને શારીરિક મુશ્કેલીઓ. કોઇને સગા કે પરિવાર છે તેનાથી સમસ્યા તો કોઇને પરિવાર નથી તેનો અફસોસ. કોઇને ગમે તેટલી મહેનત કરે તો પણ સફળતા ન મળે .
જો તમને પણ આવી કોઇને કોઇ સમસ્યા નડતી હોય તો લાલ કિતાબમાં દર્શાવેલો કેટલાક સચોટ ઉપાયને એક વાર જરૂરથી અજમાવી લેવા. આજે તમને લાલ કિતાબમાં દર્શાવાયેલા તેલના કેટલાક ઉપાય અંગે વિસ્તારથી જણાવીશુ.
તેલનો સિધો સંબંધ શનિગ્રહ સાથે છે. શનિની ખરાબ સ્થિતિના કારણે જીવનમાં સમસ્યાઓ આવે છે. તેલના ઉપાય કરવાથી તમે તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમે સતત કોઇ રોગથી પરેશાન છો અથવા પરિવારમાં કોઇને કોઇ સભ્ય બીમાર રહે છે તો પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીપક પ્રગટાવી શનિદેવને યાદ કરો.
હનુમાનજીને કષ્ટભંજન કહે છે આથી તેઓ દરેકના સંકટ દૂર કરે છે. હનુમાનજીને ચમેલીનું તેલ ખુબજ પ્રિય છે. ચમેલીના તેલનો દીપ પ્રગટાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.