તુર્કી (TURKEY)ના ધાર્મિક સંપ્રદાયના નેતા અદનાન ઓકટરને એક અલગ જ પ્રકારની જેલ થઇ છે. જે એક અલગ સંપ્રદાય ચલાવે છે, તેને 1075 વર્ષની સજા ફટકારી છે.
મહિલાઓનો આરોપ છે કે તેણે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
તુર્કીના ધાર્મિક નેતા અદનાન ઓકટરને કોર્ટે 1075 વર્ષની સજા સંભળાવી
અદનાન એક સંપ્રદાયનો વડા છે અને ફરિયાદી તેમની સંસ્થાને ગુનેગાર માને છે.વર્ષ 2018 માં, દેશભરમાં દરોડામાં ઓક્ટરના ડઝનબંધ લોકોની ધરપકડ (ARREST) કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, અદનાન પર જાતીય ગુનાઓ, સગીરોનું જાતીય શોષણ , છેતરપિંડી, રાજકીય અને લશ્કરી જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આશરે 236 લોકો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમાંથી 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન અદનાને ન્યાયાધીશને કહ્યું હતું કે તેની લગભગ 1000 ગર્લફ્રેન્ડ્સ છે. તેમણે કહ્યું હતું કે ‘મારા હૃદયમાં મહિલાઓ પ્રત્યે પ્રેમ વધતો જાય છે. પ્રેમ એ માણસની વિશેષતા છે આ એક મુસ્લિમની ગુણવત્તા છે. બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મારામાં પિતા બનવાની અસાધારણ આવડત છે”.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.