વિશ્વભરમાં કોરોના વાઇરસ, મ્યુટેટ થઇને, નવા સ્વરૂપ કરી રહ્યો છે ધારણ

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિશ્વભરમાં કોરોના વાઇરસ મ્યુટેટ થઇને નવા સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમ લોકો સંક્રમિત થતાં જશે તેમ વધુ ચેપી સ્ટ્રેન ઉદ્દભવતાં રહેશે. ફ્રેડ હચીસન કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિક ડો. ટ્રેવર બ્રેડફોર્ડે જણાવ્યું હતું કે, ગંભીર કોરોના સંક્રમણના કિસ્સામાંથી નવા સ્ટ્રેન ઉદ્દભવી રહ્યાં છે. આ પ્રક્રિયામાં ઇમ્યુન સિસ્ટમ વાઇરસ પર ઇમ્યુનિટીથી બચવા માટેનું દબાણ સર્જે છે અને વાઇરસ કોષોમાં અડ્ડો જમાવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ વાઇરસને શરીરમાં લાંબો સમય રહેવાની પરવાનગી આપે છે.

આ નવા સ્ટ્રેનના કારણે જ બ્રાઝિલમાં રોકેટ ગતિથી સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટન અને બ્રાઝિલના સ્ટ્રેન કોરોનાની રસી સામે લડવાની ક્ષમતા હાંસલ કરી લે તેવો પણ ભય સેવાઇ રહ્યો છે. વિશ્વમાં કોરોનાના કેસ ૧૦ કરોડ નજીક પહોંચી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

જયપુરમાં કોરોનાના એક દર્દીમાં હર્પીઝ જોસ્ટરનું સંક્રમણ જોવા મળ્યું છે. તે ઉપરાંત એક દર્દીના લિમ્ફ નોડ્સ વધેલા જોવા મળ્યાં હતાં. સવાઇ માનસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ આ લક્ષણને સિન્ડ્રોમ નામ આપ્યું છે. ભયજનક વાત એ છે કે એક દર્દીમાંહર્પીઝ જોસ્ટરનું સંક્રમણ આંખ અને નાભિ નજીક જોવા મળ્યું છે.

કોરોનાના ઉદ્દભવની તતપાસ કરવા ચીનના વૂહાન પહોેચેલી વિશ્વ આરોગ્યસંસ્થાની ટીમને ચીને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇન કરી દીધી છે.

  • ફ્રાન્સમાં વિદેશથી આવનારા માટે પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત, ૭ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે
  • જર્મનીમાં ૨૪ કલાકમાં ૧૦૦૦ દર્દીનાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખને પાર
  • ફ્રાન્સમાં શાળાઓ શરૂ કરતાં પહેલાં ૧૦ લાખ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાશે
  • બ્રાઝિલની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, ગંભીર દર્દીઓને મોટા શહેરોની હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.