કાશ્મીરમાં મોટાભાગનાં શહેરો અને વિસ્તારોમાં શનિવારે પારો ફરી ગગડતા લોકોને હાડ ગાળી નાખતી કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૨ ડિગ્રી નોંધાતા લોકોને ઠંડીમાં ઠૂંઠવાવું પડયું હતું.
શુક્રવારે રાત્રે શ્રીનગરમાં રાતનું તાપમાન માઈનસ ૭.૬ ડિગ્રી નોંધાયું હતું. અહીં ગુરુવારે રાતનું તાપમાન માઈનસ ૮.૪ ડિગ્રી હતું જે ૧૯૯૧ પછીની ઠંડામાં ઠંડી રાત હતી.
કુપવાડામાં માઈનસ ૬.૮ અને કોકરનાગમાં માઈનસ ૮.૭ ડિગ્રીએ પારો રહ્યો હતો. ચિલ્લાઈ કલાન ૩૧મીએ પૂરું થાય તે પછી ૨૦ દિવસ ત્યાં ઠંડીનું જોર રહેશે.
જશપુરમાં બરફ છવાયો હતો. રાજ્યમાં ૧૯મી સુધી ઠંડીનું જોર રહેશે. પંજાબમાં વધુ ૩ દિવસ શીતલહેર ચાલુ રહેશે તેમ હવામાન ખાતાએ આગાહી કરી હતી. હરિયાણામાં ૨૬ જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.