ભાજપે ગુરૂવારે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની, કરી હતી જાહેરાત

ભાજપે ગુરૂવારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરી હતી. નવી રચાયેલી પ્રદેશ ચૂંટણી સમિતિને આગામી બે- ત્રણ સપ્તાહમાં જ ૮,૮૧૫ ઉમેદવારો પસંદ કરવા પડશે.

માત્ર વાઘાણી જ નહિ પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી અને ભરતસિંહ પરમારની પણ બાદબાકી કરી દેવાઈ છે. જ્યારે આદિવાસી આગેવાન તરીકે પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલના બદલે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને અનુસૂચિત જાતિના આગેવાન તરીકે પૂર્વ સાંસદ શંભૂપ્રસાદ ટુંડિયાના સ્થાને અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પાલિકા- પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓમાં ચૂંટણી માટે ઉમેદવારો, મેયર- પ્રમુખ જેવા હોદ્દેદારો માટે પસંદગી કરતા ૧૩ સભ્યોના આ બોર્ડમાં મહિલા મોરચાના પ્રમુખને હોદ્દાની રૂએ સમાવાશે. પ્રદેશ ભાજપમાં હજી સુધી સાતેય મોરચાની રચના થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.