અમેરિકામાં મોડર્નાની વેક્સિન આપવામાં આવ્યા પછી ૧,૨૦૦ લોકોને તેની આડઅસર થઈ હોવાનાં કેસ નોંધાયા હતા. યુએસમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૦નાં રોજ મોડર્નાની વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.
જેમાં ૧,૨૬૬ વ્યક્તિઓને તેની સાઇડ ઈફેક્ટ થઈ હોવાનું યુએસ સેન્ટર્સ ફોર ડીસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જણાવ્યું હતું. વેક્સિન લેનારા પૈકી ૧૦૮ લોકોને એલર્જીનું રિએક્શન આવ્યું હતું.
સ્પેનમાં યોગ્ય સિરિન્જ અને નીડલ્સનાં અભાવે ફાઇઝરની વેક્સિનનાં હજારો ડોઝ નકામા થઈ ગયા હતા. આને કારણે વેક્સિનનાં ૬ ડોઝ આપી શકાયા ન હતો તેમ સ્થાનિક ડોક્ટરોએ જણાવ્યું હતું.
ઈયુ મેડિસિન રેગ્યુલેટરે ૮મી જાન્યુઆરીએ જણાવ્યું હતું કે વેક્સિનનાં છ પૂરા ડોઝ લેવા માટે ઓછા ડેડ વોલ્યુમ સાથેની સિરિન્જ અને નીડલ્સની જરૂર પડે છે આવી સિરિન્જનાં યોગ્ય પુરવઠાના અભાવે ફાઇઝરની વેક્સિન લોકોને આપી શકાઈ ન હતી. પરિણામને હજારો ડોઝ નકામા થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.