શીખ (Sikh) ખેડૂતોએ વિરોધ કરતા પોતાનો ધાર્મિક ધ્વજ ‘નિશાન સાહિબ’ લાલ કિલ્લા પર એ જગ્યા પર લગાવી દીધો જ્યાંથી પ્રધાનમંત્રી 15 ઑગષ્ટના ધ્વજવંદન કરે છે. કેટલાક લોકો આને ખાલિસ્તાની ધ્વજ ગણાવી રહ્યા હતા, જો કે આ ખાલિસ્તાની ધ્વજ ના હોવાનું સામે આવ્યું છે.
નિશાન સાહિબને ખાલસા પંથની ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે. બૈસાખીના શુભ અવસર પર આને નીચે ઉતારવામાં આવે છે અને દૂધ-જળથી પવિત્ર કરવામાં આવે છે. નિશાન સાહિબનો કેસરિયા રંગ જ્યારે ફીકો પડી જાય છે ત્યારે એક નવો ધ્વજ લગાવવામાં આવે છે. શીખ સમાજમાં નિશાન સાહિબનું ઘણું જ સન્માનિત સ્થાન છે અને આને ઘણા જ સન્માન સાથે રાખવામાં આવે છે
એવું કહેવામાં આવે છે કે નિશાન સાહિબ પહેલા લાલ રંગનો હતો, પરંતુ બાદમાં આનો રંગ બદલીને સફેદ કરી દેવામાં આવ્યો. કેટલાક સમય બાદ આના પર કેસરી રંગ ચઢાવી દેવામાં આવ્યો. 1709માં સૌથી પહેલા ગુરૂ હરગોવિન્દજીએ અકાલ તખ્ત પર કેસરી રંગનો નિશાન સાહિબ લહેરાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.