મીડિયામાં જ હતી મને નાણા મંત્રી બનાવવાની ચર્ચા: અમિત શાહ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં બીજેપીની સરકાર બન્યા પછી મંત્રીઓના વિભાગોને લઈને ઘણા અંદાજ લગાવવામાં આવ્યા હતા. તે સમયે મીડિયામાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે બીજેપીના કદાવર નેતા અમિત શાહ (Amit Shah)ને મોદી સરકાર 2.0માં વિત્ત મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે વિભાગોની વહેંચણીમાં તેમને ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)મળ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આવા અંદાજોને સમયની બરબાદી ગણાવી હતી.

પીએમ મોદી અનુભવ અને ક્ષમતાના આધારે કરે છે નિર્ણય

અમિત શાહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિશેષ કરીને જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી (PM Narendra Modi)છે ત્યારે આ પ્રકારના અંદાજ લગાવવા જોઈએ નહીં, અમારી સંવૈધાનિક વ્યવસ્થામાં મંત્રીમંડળની પસંદગી અને મંત્રીઓની પસંદગી પછી વિભાગની વહેંચણીમાં પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે. હું માનું છું કે આની ઉપર વધારે વિચાર કરવો કે અંદાજો લગાવવો નિરર્થક હોય છે. પીએમ મોદીએ ઘણા વર્ષો સંગઠનમાં કામ કર્યું છે. તેમણે ગુજરાત સાથે આખા દેશનું કામ જોયું છે. તે ઘણા કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે જાણે છે. તે પોતાના અનુભવ અને કાર્યકર્તાઓની ક્ષમતાઓના આધારે નિર્ણય કરે છે. અમારી જવાબદારી છે કે અમે બધા તેમના નિર્ણયને સફળ બનાવીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.