જૂનાગઢમાં ભર શિયાળે, સર્જાયા ચોમાસા જેવા દ્રશ્યો

જૂનાગઢ માં ભર શિયાળે (lચોમાસા (Monsoon) જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઝાંઝરડા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢમાં ભર શિયાળે પાઈપલાઈન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. રોડ પર ગાબડું પડતાં ચાર વાહનો જમીનદોસ્ત પણ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટશે જેના કારણે કાતિલ ઠંડીનું મોજું રાજ્યભરમાં ફરી વળશે. હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. 4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે, જેથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચે જશે. કચ્છ (kutch)માં 4 અને 5 ફેબ્રુઆરીના રોજ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે

વરસાદની સંભાવના નથી, પરંતુ 2 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આગામી 24 કલાક બાદ શહેરમાં વાતાવરણમાં ટેમ્પરેચર ઘટશે. 2થી 4 ડિગ્રી તાપમાન ઘટશે જેથી ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી છે.

રાજ્યમાં થોડા દિવસો પહેલાં ઠંડીના ચમકારાનો અનુભવ કરનાર લોકોને હવે ઠંડી (Gujarat Cold) ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે ઠંડીમાં ઘટાડો થયો છે. 8 દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

જ્યારે દિવસનો પારો 32 ડિગ્રીએ પહોંચતાં સામાન્ય ગરમી અનુભવાઇ હતી. ઉત્તર ગુજરાતમાં 70 દિવસ બાદ તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 11 ફેબ્રુઆરી સુધીમાં વારંવાર વાતાવરણ પલટશે.ક્યારે ઠંડી વધશે તો ક્યારે વાદળ છાયું વતવારણ રહશે તેમજ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.