કોંગ્રેસના નેતાઓની ઓફિસમાં, કામ કરતાં સ્ટાફને, મળી રહી છે ધડાધડ ટિકિટો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ગેરવહીવટ કે પછી પ્રજાની પ્રાથમિક સુવિધા માટે સંઘર્ષ કરતાં સામાન્ય કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ મેળવવા માટે ચપ્પલ ઘસવા પડી રહ્યાં છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓની ઓફિસમાં કામ કરતાં સ્ટાફને ધડાધડ ટિકિટો મળી રહી છે.

ટિકિટ મેળવનાર એક મુરતિયો તો ૨૦ વર્ષથી આ નેતાની ઓફિસના ક્લેરિકલ સ્ટાફ તરીકે જોડાયેલો છે જ્યારે બીજો મુરતિયો તેમના જમીનના સોદા સહિતની કામગીરીમાં સહયોગી હોવાનું કહેવાય છે.

અમદાવાદ શહેરમાં ૨૦૧૫થી ૨૦૨૦ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમો સામે સંઘર્ષ કરનારા કોંગ્રેસના કાર્યકરો હોય કે પછી સમયાંતરે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રશ્નોને લઇ મુદ્દા ઉઠાવતાં કાર્યકરો હોય તેમને ટિકિટ આપવાને બદલે સાઇડલાઇન કરાઇ રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

માત્રને માત્ર કોંગ્રેસી નેતાઓ પોતાનો અહમ સંતોષાય અને સંબધો સચવાય તે પ્રકારે ટિકિટની વહેંચણી કરી રહ્યાં હોવાની ફરિયાદો પાયાના કાર્યકરો કરી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.