ભાજપના ઉમેદવારોનું, રાજકોટ મનપાની ચૂંટણીને લઈ ને, શરૂ થઈ ગયું છે કાઉનડાઉન

રાજકોટ મનપાની ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોનું કાઉનડાઉન શરુ થઇ ગયું છે.

હાલ ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ત્યારે ભાજપ માટે સૌથી કપરી પરિસ્થિતિ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટના ઉમેદવારોની પસંદગીને લઇને જોવા મળી રહી છે. ત્યારે હવે કશ્યપ શુકલના બદલે નેહલ શુકલ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે કાશ્મીરી નથાણી, દેવાંગ માકડના નામની પણ ચર્ચા જોવા મળી રહી છે. 

આમ ભાજપ માટે વોર્ડ નં. 2,5,7,13 અને 15માં ઉમેદવારોના નામ પર મહોર લગાવાને લઇને મથામણ જોવા મળી રહી છે. જ્યારે એક મળતા અહેવાલ મુજબ શહેર ભાજપના 3 મહામંત્રીઓ દ્વારા પણ ટિકિટની માંગ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતા. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરનાને દાવેદારને તક નહીં મળે, ત્રણ ટર્મ પુરી થાય એમને પણ ટિકિટ નહીં મળે, આગેવાનોના સગાને ટિકિટ નહીં મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.