અમેરિકન પોપ સ્ટાર રિહાના, ક્લાઈમેટ ચેન્જન એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ ભારતીય રાજકારણમાં જાણે તોફાન આવી ગયું હતું. પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે કોઈપણ બહારના લોકોએ દખલગીરી ન કરવા જણાવ્યું અને સાથે તેમને વિદેશી પ્રોપેગેંડાનો ભાગ ગણાવ્યો.
વિદેશ મંત્રાલયના ટ્વિટ પછી #IndiaStandsTogether, #IndiaAgainstPropaganda, #IndiaTogether ટ્વિટર ઉપર ટ્રેન્ડ થવા લાગ્યા અને લોકો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કંગના રનૈત રિહાનાને જવાબ આપવા સૌ પહેલા આગળ આવી. કંગનાએ ફરી એકવાર આંદોલનકારી ખેડુતોની તુલના આતંકીઓ સાથે કરી.
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે આ અંગે ટવીટ કરીને કહ્યું કે, ખેડુતો આપણા દેશનો મહત્વપૂર્ણ ભાગ છે, અમે તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છીએ.
બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી, દિગ્દર્શક કરણ જોહર, એકતા કપૂરે પણ ટ્વિટર પર તેમના નિવેદનો જાહેર કર્યા હતા અને વિદેશ મંત્રાલયના સ્ટેન્ડને ટેકો આપ્યો હતો. સેલિબ્રિટીઝે લખ્યું કે, આપણે બધા ખેડુતોના હકમાં છીએ, પરંતુ કોઈ વિદેશી પ્રોપેગેંડામાં ન આવે અને એક સાથે રહે.
બોલિવૂડ સુપરસ્ટારની જેમ ક્રિકેટ સ્ટાર્સે પણ એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. #IndiaAgainstPropaganda હેશટેગ હેઠળ પોતાનો અભિપ્રાય આપ્યો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે રાત્રે આ મુદ્દે ટિ્વટ કરતાં કહ્યું કે, ખેડૂત આપણા દેશનો અભિન્ન ભાગ છે, જો અત્યારે મતભેદ હોય તો દરેકને એક થવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.