પ્રખ્યાત બોલિવૂડ એક્ટર, વરૂણ શર્મા, આજે ઉજવી રહ્યો છે, પોતાનો 31મો જન્મદિવસ

પ્રખ્યાત બોલિવૂડ એક્ટર વરૂણ શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ  ઉજવી રહ્યો છે. વરુણનો જન્મ 4 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં થયો હતો.

બોલિવૂડ ફિલ્મોમાં સહ-અભિનેતા અને કોમેડિયનની ભૂમિકા નિભાવનાર વરૂણ શર્માએ પોતાની અદાકારીથી દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. એમાં ‘ફૂકરે’ નો ચૂચો હોય કે પછી ‘છિછોરે’ ને સેકસા. તેણે પોતાની અભિનયથી દરેક પાત્રને જીવંત બનાવ્યું છે.

વરુણનું બાળપણ જલંધરમાં વીત્યું હતું. તમને જણાવી દઈએ કે વરુણના ઘરમાં અભિનયની દુનિયા સાથે કોઈનો સંબંધ નથી. વરુણે પ્રારંભિક શિક્ષણ સંવરની લોરેન્સ સ્કૂલમાંથી લીધું. તેમજ માધ્યમિક શિક્ષણ એપીજે સ્કૂલમાંથી મેળવ્યું. મનોરંજન અને ફિલ્મ ટેકનોલોજીમાં સ્નાતક વરૂણ શર્માને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પંજાબ સરકાર દ્વારા આઇકન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં વરુણે કહ્યું હતું કે ‘કૃતિ સેનન મારી નજીકની મિત્ર છે. હું અને તે ભાઈ-બહેન નહીં પણ ભાઈઓની જેમ રહીએ છીએ. હું તેને ભાઈ કહીને પણ બોલાવું છું. હું ભાગ્યશાળી છું કે કૃતિ મારી જિંદગીમાં ભાઈ, બહેન અને દોસ્ત જેવી છે. તે મારા બધા રહસ્યો જાણે છે.’

વરૂણ શર્માએ ટ્વીટ કરીને દિશા સાથે એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘હું નિ:શબ્દ છું, આ બિલકુલ સાચું નથી લાગતું’. ઉપરાંત વરુણે ફિલ્મ છિછોરેને એક વર્ષ પૂર્ણ થતા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. વરૂણ ‘છિછોરે’માં સુશાંતનો કો-સ્ટાર રહ્યો છે. આ સુશાંતની છેલ્લી ફિલ્મ હતી, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મહત્વનું છે કે વરુણે તેની મહેનત અને અભિનય પ્રતિભાને કારણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

વરુણ શર્માને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.