ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર ઇશાંત શર્મા ટીમમાં પરત ફર્યા છે. કેપ્ટન કોહલીએ બધાં હેરાન કરતા મોટો નિર્ણય લીધો છે, તેમણે કુલદીપની જગ્યાએ લેફ્ટ હેન્ડ સ્પિનર શાહબાઝ નદીમને ટીમમાં સામેલ કર્યો છે.
ચેન્નાઈમાં 4 વર્ષ બાદ કોઈ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં પહેલા બે ટેસ્ટ અહીં રમાશે અને છેલ્લી બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે.
પ્રથમ ટેસ્ટમાંથી ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મેચ શરૂ થવાના થોડા સમય પહેલા જ આ અંગેની જાહેરાત કરી હતી.
અગાઉ કેપ્ટને કહ્યું હતું કે, તે બોલિંગ ઓલરાઉન્ડરોનું સમર્થન ચાલુ રાખશે કે જે ઘરેલુ પરિસ્થિતિઓમાં ટીમની સફળતાની ચાવી છે. કોહલીએ સાથે એમ પણ કહ્યું હતું કે, જો રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી પર ધ્યાન આપવામાં આવે તો અક્ષર પટેલ તેની જગ્યાએ ફીટ બેસે છે. તેમણે કહ્યું, તેનું કારણ એ છે કે, અમને એવો ખેલાડી જોઈએ છે જેની આવડત જાડેજા જેવી હોય, અક્ષર રમતના ત્રણેય ફોર્નેટમાં આ વસ્તુ લઈને લાવેછે. જડ્ડુ (જાડેજા) ઉપલબ્ધ નથી, તેથી અક્ષરને પ્રાધાન્ય મળશે કારણ કે તે મેદાનમાં જાડેજા જેવુ પર્ફોમન્સ બતાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.