દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દસ-બાર દિવસ ઠંડીનો ભારે ચમકારો રહ્યા બાદ બે દિવસથી થોડો ઘટાડો થયો હતો. જેમાં ગુરુવારે વલસાડ જિલ્લામાં વહેલી સવારે લઘુત્તમ તાપમાન 11.5 અને મહત્તમ 33 ડિગ્રી રહ્યું હતું.
જ્યારે નવસારી જિલ્લામાં ગતરોજ 4 ડિગ્રીનો ઘટાડો થતા ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જ્યારે આજે લઘુત્તમ દોઢ ડિગ્રી વધતા ફરી ગરમીનો અહેસાસ થયો હતો.
નવસારી જિલ્લામાં ગત બુધવારે વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ગગડ્યું હતું. જેથી જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જયારે આજે ગુરૂવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધતા 14.5 ડિગ્રી નોંધાયું હતું.
જિલ્લો-લઘુત્ત-મહત્
વલસાડ-11.5-33
નવસારી-14.5- 31.5
ભરૂચ-14 – 33
તાપી-14 -32
ઉપરાંત ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 અને મહત્તમ 33 ડિગ્રી, જ્યારે તાપી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 અને મહત્તમ 323 ડિગ્રી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.