અમેરિકા માં કોરોના નો કહેર હજુ પણ થોભવાનું નામ લઇ રહ્યો નથી. ન્યૂયોર્ક શહેરના ગુજરાતી મૂળના આરોગ્ય કમિશનર ડૉકટર દેવ ચોકસી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
ન્યૂયોર્ક શહેર અને આખા દેશમાં કોવિડ-19 (Covid-19) આપણા સમાજમાં પ્રસરી રહ્યો છે અને આપણામાં સૌ કોરોનાનો ભોગ બની શકે છે એનો સૌથી મોટો દાખલો એ છે કે તાજેતરમાં મેં પણ ટેસ્ટ કરાવ્યો હતો અને કોવિડ પોઝિટિવ હોવાની જાણ થઇ હતી એમ ડોકટર ચોકસીએ એક ઇન્ટરવ્યુમાં ટાંકતા કહ્યું હતું. મને હળવા લક્ષણો દેખાયા હતા, પરંતુ તે મેનેજેબલ છે.
મેયરે કહ્યું હતું કે ડૉ.ચોકસીનો રેકોર્ડ અસાધારણ છે અને એક ઇમિગ્રેન્ટના પુત્ર તરીકે અનેક શક્તિઓ સાથે તેઓ જીવતા આવ્યા છે
ડૉકટર ચોકસીએ ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે બે પેઢીઓ પહેલાં મારા દાદા ગુજરાતના એક નાનકડા ગામમાંથી તકો શોધવા મુંબઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.