ઓનલાઈન હેકિંગ ફોરમે કર્યો દાવો, ચોંકાવી દે તેવા ઇમેઇલ અને પાસવર્ડ હેકિંગના સમાચાર, જાણો….

હકિકતમાં એક ઓનલાઈન હેકિંગ ફોરમે દાવો કર્યો છે કે તે 300 કરોડથી વધારે ઈમેલ અને પાસવર્ડને લીક કરી ચૂક્યું છે.

ઓનલાઈન હેકિંગ ફોરમે એમ પણ દાવો કર્યો કે આ તમામ અકાઉન્ટના ડેટા એક જ જગ્યાએ રાખવામાં આવ્યા છે.  LinkedIn, Minecraft, નેટફ્લિક્સ (Netflix), Badoo, Pastebin અને બિટકોઈન (Bitcoin)ના યુઝર્સ સામેલ છે. ઉલ્લેખનીય છે કે હેકિંગનો શિકાર એ યુઝર્સ વધારે બન્યા છે જે નેટફ્લિક્સ અને ગૂગલ માટેએક પાસવર્ડ વાપરતા હતા.

ડેટા લીકને આપવામા આવ્યું આ નામ

સાઈબર ન્યૂઝની રિપોર્ટ અનુસાર આ ડેટા લીક નેટફ્લિક્સ, LinkedIn અને બિટકોઈન (Bitcoin) જેવા પ્લેટફોર્મસ પરથી થયો છે. આ ડેટા લીકને Compilation of Many Breaches’ કહેવામાં આવી રહ્યો છે.

જેમાં  query.sh, sorter.sh અને count-total.shના ડેલા લીક થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ડેલા લીક પણ વર્ષ 2017 જેવું જ છે. આ સમયે પ્લેન ટેક્સ્ટમાં 100 કરોડથી વધારે લોકોના ડેટા લીક થયા.

આ ઉપરાંત તમે  haveibeenpwned.com અને cybernews.com/personal-data-leak-check વેબસાઈટ પર જઈને તપાસ કરી શકો છો કે તમારો ડેટા લીક થયો છે કે સુરક્ષિત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.