ચેન્નાઈ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ તરફથી ત્રણ વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પ્રથમ દિવસે જ પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન બંને ટેસ્ટમાં સદી ફટકારનાર રૂટે પ્રથમ દિવસ સદી ફટકારી હતી. બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.
લંચ બ્રેક સુધી ઇંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 355 રન થયો છે.
જો રૂટની અણનમ સદી (128) અને ડોમિનિક સિબલેના 87 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 263 રન બનાવી લીધા છે.
ઇંગ્લેન્ડ-જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.
ઇન્ડિયા-વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.