ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના, વાગી ચુક્યા છે પડઘમ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, અને વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો (CANDIDATES)ને ટિકિટ આપવાથી લઇ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખની તડામાર તૈયારીઓમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ તો ભરાય ચુક્યા છે, પણ કોંગ્રેસને અડચણો આવી રહી છે.

એક તરફ કોંગ્રેસમાં છેલ્લે સુધી કોને ટિકિટ આપવી કોને ના આપવી જેવી અનેક શંકા-કુશંકાઓ ચાલી રહી હતી, તેમાં પણ ભૂતકાળના અનુભવો જોતા કોંગ્રેસ દ્વારા ફોર્મમાં ભૂલ ન કરવાની પણ ખાસ તકેદારી લેવાની જરૂર ઉભી થઇ પડે છે ત્યાં જ આ તમામ ફેક્ટર ધ્યાને લઇ છેલ્લી ઘડી સુધી નામો જાહેર ના થતા કોંગ્રેસમાં ઉત્સાહનો પણ અભાવ હતો, એવામાં અમદાવાદના જોધપુર વોર્ડમાં આ વિચિત્ર ઘટના પ્રકાશમાં આવતા હાલ ચર્ચાએ જોર પકડ્યું છે.

ત્યારે હવે આ ત્રણ ઉમેદવારો પણ જોધપુરના વોર્ડ 3 માંથી ચૂંટણી લખવા માટે અક્ષમ બન્યા છે.

નવા ફોર્મ તેમજ દસ્તાવેજ સહિત એકત્રીકરણની કામગીરી માટે પણ મત-મોટાવ છે. આવામાં જો સમય મર્યાદા પહેલા આ ઉમેદવાર ફોર્મ ભરવામાં રહી જાય તો જોધપુર વોર્ડની આ 3 બેઠક પર ભાજપની જીત પહેલાથી જ નિશ્ચિત થઇ જશે એમાં કોઈ બેમત નથી.

બીજી તરફ અમદાવાદમાં એન.સી.પીનું ગઠબંધન સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસ અને એન.સીપી સાથે મળીને બીજેપી સામે લડત આપશે. આ બીડું કુબેરનગર વોર્ડમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને કોંગ્રેસ પક્ષે આપ્યું છે. અને આ વોર્ડમાં કોંગ્રેસે એનસીપીના જગદીશ મોનાની, અમિબહેન ઝા, ઉર્મિલા પરમારને ઉમેદવાર બનાવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.