મોટી મોટી પાર્ટીના, મોટા નેતાઓ આવી રહ્યા છે, ગુજરાતમાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મોટી મોટી પાર્ટીના મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, ટિકિટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. શાહ જૂથના નેતાઓએ તેમનામાંથી થોડા લોકોને સમાવ્યા હોવાની વાતથી અસંતોષ છે.

આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા (Manish Sisodia) રાજકોટમાં  20 કિલો મીટરનો રોડ શો કરશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી ગુજરાતમાં આજે ભરૂચથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવાના છે

પક્ષના જણાવ્યાં પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહ લોકસભા મતવિસ્તાર ગાંધીનગરની સંકલન બેઠક માટે અમદાવાદ આવી રહ્યાં છે.

આજે ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર ઔવેસીના સ્વાગત માટે છોટુ વસાવાના ભાઈ મહેશ વસાવા પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે. શનિવારે, અમદાવાદમાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા અમદાવાદ આવી પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.