બીજા દિવસના અંતે, ઇંગ્લેન્ડે 8 વિકેટે 555 રન, બનાવી લીધા હતા

જો રુટની બેવડી સદી (218) અને બેન સ્ટોક્સના 82 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી હતી. બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે 8 વિકેટે 555 રન બનાવી લીધા હતા.

દિવસના અંતે ડોમિનિક બેસ 28 અને જેક લેચ 6 રને રમતમાં હતા. ત્રીજા દિવસની રમત શરૂ થતાં ઈંગ્લન્ડની બાકી બે વિકેટ લેવામાં ભારતીય બોલરોને સફળતા મળી અને ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ 578 રનના વિશાળ રનના સ્કોર સાથે સમેટાઈ.

ઈશાંત શર્મા અને નદીમના ભાગે 2-2 વિકેટ આવી. વોશિંગટન સુંદર અને રોહિત શર્માને એક પણ સફળતા મળી નથી.

ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.

ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ

કોવિડ-19ના કારણે લાંબા બ્રેકના કારણે ભારતમાં એક વર્ષથી પણ વધુ સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી કરી છે. તેના માટે વિરોધી ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ છે, જેની આગેવાની જો રૂટ જેવો ધાકડ બેટ્સમેન કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.