મંત્રી નિર્મલા સિતારમણ એ હાલમાં કોલંબિયા યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યો હતો.જેમાં એને કીધું કે મનમોહનસિંહ અને રઘુરામ રાજનના સમયમાં ભારતીય પબ્લિક સેન્ટર બેક ખરાબ હાલતમાં હતી.હવે આ બાબતે પૂર્વ વડાપ્રધાન મનમહોનસિંહે 17 ઓક્ટોબરે મુંબઈમાં એક રિપોર્ટરને કહ્યું કે મેં નિર્મલા સીતારમણની વાત સાંભળી એ વાત પર હું કંઈ ટિપ્પણી કરવા માંગતો નથી.પણ એટલુ કઈશ કે કોઈ અર્થવ્યવસ્થા સુધારવા માંગતું હોય તો એણે સૌથી પહેલા જાણવું પડશે ગોટાળો ક્યાં છે.સાચી બીમારી ગોતવાની જરૂરી છે.પરંતુ સરકાર સમસ્યા સુધારવાની જગ્યાએ વિરોધીઓ પર દોષ ઢોળવામાં લાગી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણી છે.એને લઈને તમામ પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.એવા સમયમાં મનમોહનસિંહ એ 17 ઓક્ટોબરના રોજ પ્રેસ કૉંફેરેન્સ કરી અને કહ્યું કે,જ્યારે હું મારા પદ પર હતો ત્યારે જે થયું એ થયું.ત્યાં થોડી કમજોરી હતી.પરંતુ તમે હમેશા એવું ના કઈ શકો કે ભૂલ હમેશા યુપીએ સરકારની છે.તમે પણ છેલ્લા પાંચ વર્ષથી સતામા છો.
મહારાષ્ટ્રના ઉત્પાદન ક્ષેત્ર પર પણ વાત કરી અને કહ્યું કે, આ રાજ્યનો દરેક ત્રીજો યુવાન બેરોજગાર છે,પહેલા નિવેશને આકર્ષણ કરવામાં મહારાષ્ટ્ર નંબર વન પર હતું પરંતુ આજે ખેડૂતોની આત્મહત્યાની બાબતમાં નમ્બર વન છે.આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ઘણી ફેકટરીઓ બંધ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.