કોવિડ-૧૯ની મહામારીને કારણે માર્ચ-ર૦ર૦માં લોકડાઉન અમલી થતાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું.અને પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવામાં આવેલ હતો, તેમજ શિક્ષકોને રોટેસન પધ્ધતિથી ઉપસ્થિત રહેવા માટે સુચનાઓ અપાઈ હતી.
હવેથી પ્રાથમિક શાળાઓનો સમય આખા દિવસનો અને તમામ શાળાના મુખ્ય શિક્ષક અને ઉ.શિક્ષકોએ ફરજિયાત હાજર રહેવું પડશે. જાન્યુઆરી-ર૦ર૧માં ઉચ્ચકક્ષાએ મળેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ ૧૦ અને ધોરણ-૧રના વર્ગો તા.૧૧ જાન્યુઆરીથી અને ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વર્ગો તા.૧ ફેબ્રુઆરીથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય માટે જરૂરી સુચનાઓ સાથે પુનઃશરૂ કરવામાં આવેલ છે.
પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ ફરજિયાત હાજર રહેવા સુચના અપાઈ છે.તમામ પ્રાથમિક શળાના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોએ શાળામાં હાજર રહી સ્કૂલ એક્રિડિએશન,શેરી શિક્ષણનું મૂલ્યાંકન,એકમ કસોટી ચકાસણી કરી તેની ડેટા એન્ટ્રી જેવી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.