આસામની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિતપુર જિલ્લાના ઢેકિયાજુલી ખાતે જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની બહાર રહેતા કેટલાક લોકો ભારતની અને વિશેષ કરીને ભારતીય ચાની પ્રતિષ્ઠા ખરડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડી રહ્યાં છે.
મોદીએ બંગાળનાં હલ્દીયામાં રાજ્યને કરોડોની યોજનાની લહાણી કરતા સીએમ મમતા બેનરજી પર આકરાં પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં લોકો ટીએમસીને રામ કાર્ડ બતાવશે.
પીએમ મોદીએ રવિવારે આસોમ માલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપિયા ૮૨૧૦ કરોડની આ યોજના પર બોલતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, આગામી ૧૫ વર્ષમાં આસોમ માલા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગો અને જિલ્લા મથકોને જોડતી સડકો સુધારવામાં આવશે. આસામના દરેક ગામને શહેરો સુધી સાંકળી લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.